ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 16

(58)
  • 3.1k
  • 2
  • 1.1k

મેરી નવી આફતમાં ફસાઈ.. ****************** "ત્યાં જુઓ આકાશ તરફ ધુમાડો ઉપર ચડી રહ્યો છે.' ગર્ગ આકાશ તરફ જોતાં બોલ્યો. "ત્યાં વળી શાનો ધુમાડો હશે ? મેરીએ પ્રશ્ન કર્યો. "ગર્ગ આ ઝાડ સૌથી વધારે ઊંચું છે તું ઉપર ચડીને જો ધુમાડો ક્યાંથી નીકળી રહ્યો છે.' રોબર્ટ ગર્ગ સામે જોતાં બોલ્યો. રોબર્ટને આગળની રાતે કોઈકે છૂપી રીતે તળાવ કિનારે અંધારામાં લાકડીનો ફટકો માર્યો એનો ભેદ ઉકેલાયો નહોંતો. એ વાત ભૂલી જઈને બધાએ પડાવમાં રાત વિતાવી અને બીજે દિવસે વહેલી સવારે રોબર્ટ, મેરી અને ગર્ગ ત્રણેય જણ માર્ટિન તથા એન્થોલી સાથે મસાઈઓના જંગલમાં આગળ વધી રહ્યા હતા ત્યારે ગર્ગે દૂર આકાશમાં ધુમાડાના