ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 13

(47)
  • 3.5k
  • 1
  • 1.1k

મસાઇઓના જંગલમાં દાઢીવાળો પુરુષ માર્ટિન ************************* સવારનો કૂણો તડકો ધરતી પણ પથરાઈ રહ્યો હતો. ઘાસમાં છુપાયેલા ચળકતા ઝાકળબિંદુઓ ધીમે ધીમે શોષાઈ રહ્યા હતા. રાતની ઝાકળથી ભીના બનેલા વૃક્ષોના પાંદડાઓ સૂર્યપ્રકાશમાં નવી તાજગી ધારણ કરી રહ્યા હતા. ચારેય બાજુનું વાતાવરણ એક નવી જ રોનક સાથે વિકસિ રહ્યું હોય એવું લાગતું હતું. ગર્ગને કાટ ખાયેલી પિસ્તોલ મળ્યા બાદ વિલિયમ હાર્ડીની શોધ માટેનું એક નવું જ આશાનું કિરણ બધાને મળ્યું હતું. ત્યારબાદ મળેલા ભાષાશાસ્ત્રી થોમસ એન્થોનીના ઓળખપત્રથી બધાને પાક્કી ખાતરી થઈ ગઈ હતી કે વિલિયમ હાર્ડી એમના સાથીદારો સાથે આ રસ્તેથી જ પસાર થયા હતા. મેરી, રોબર્ટ, જ્હોન અને ગર્ગ એમને મળેલા સગડના