"રોબર્ટ સામે જો,પેલો જંગલી.!' ભયની મારી મેરીએ ચીસ પાડી. રોબર્ટ, ગર્ગ અને જ્હોન એકબીજાને ભેંટીને લાગણીવશ થઈ ગયા હતા. એ જ સમયે બચી ગયેલો એક જંગલી બદલાની આગ શાંત કરવા માટે હાથમાં જાડું લાકડું લઈને ઝાડીની સામે તરફના છેડેથી ચુપચાપ આ તરફ આવી રહ્યો હતો. પણ સમયસર મેરીએ એને જોઈ લીધો. મેરીએ એને જેવો જોયો કે તરત જ ગભરાયેલા અવાજે બુમ પાડી. મેરીની બુમ સાંભળીને જ્હોન અને રોબર્ટ ઝડપથી ઉભા થઈ ગયા. ગર્ગ બિચારો ઉભો થવા ગયો પણ શરીરમાં આવેલી અશક્તિના કારણે ઉભો ના થઈ શક્યો. પેલા જંગલીએ જ્હોન અને રોબર્ટને ઉભા થયેલા જોયા છતાં પણ ડર્યા વગર એમની જ