મહા શિવરાત્રિ. એકવાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે અહંકારને કારણે ઉગ્ર ચર્ચા ચાલી, જે આગળ વધી અને યુદ્ધમાં પરિણમી.બંને એકબીજા પર અસ્ત્ર-શસ્ત્રનો પ્રહાર કરવા લાગ્યા્. આખુ વિશ્વ કાપવા લાગ્યુ. જેના કારણે સૃષ્ટિનું સર્જન અને પ્રલય બંને થાય છે તેવા મહાદેવ શિવ શંકર વિચાર્યું કે જો યુદ્ધ થશે તો જગતનો અકાળે પ્રલય થઈ જાશે. પરિણામે યુદ્ધ અટકાવવા તેઓ આ બંને દેવોની વચ્ચે થાંભલા જેવા લિંગ રૂપે પ્રગટ થયા. મહેશ્વર ના આ સ્વરૂપને પરિણામે બંને દેવોના અસ્ત્ર-શસ્ત્ર શાંત પડી ગયા. બ્રહ્મા અને વિષ્ણુ તેમનું પૂજન કરવા લાગ્યા. આમ શિવના અવતરણનો દિવસ મહાશિવરાત્રિ તરીકે ઉજવવા લાગ્યો. પુરાણ કથા મુજબ શિવ સાથે રાત્રી