અભયશેઠ એક ખ્યાતનામ વ્યક્તિત્વ, એક હોનહાર બિઝનેસ મેન, ન્યૂયોર્કના ટોપ બિઝનેસ મેનોની યાદીમાં તેમનું પણ નામ સામેલ હતું. કરોડપતિ અભયશેઠે વિજયને પોતાના દિકરા કરતાં વિશેષ સાચવ્યો હતો અને દિકરા કરતાં વધારે વિશ્વાસ મૂકીને સમગ્ર બિઝનેસનો વહીવટ વિજયના નેક હાથમાં સોંપીને તેમણે પોતાનો છેલ્લો દમ તોડયો હતો અને હરિ શરણું સ્વિકાર્યું હતું.વિજય મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો. તેને શું કરવું કંઈ જ ખબર પડતી ન હતી અભય શેઠે પણ કંઇક એવું જ વ્હીલ બનાવ્યું હતું કે નીલિમા લગ્ન કરી લે પછી અભય શેઠની તમામ મિલકત નીલિમાના નામે થવાની હતી તેથી અને વળી અભયશેઠે અંતિમ શ્વાસ લેતી વખતે નિલીમાનો હાથ ખૂબ જ વિશ્વાસથી