ધૂપ-છાઁવ - 7

(24)
  • 5.9k
  • 1
  • 3.4k

વિજય સસુરપક્ષ તરફથી કરોડોની મિલકતનો માલિક બન્યો અને ન્યૂયોર્કનો ટોપનો બિઝનેસમેન બની ગયો.આટલા બધાં વર્ષો વીતી ગયા છતાં પણ પોતાની પત્ની લક્ષ્મી અને બાળકોને મળવાની તડપને વિજય રોકી શક્યો ન હતો અને માટે જ તે આટલા વર્ષે ઈન્ડિયા આવ્યો હતો. અને તેની સાથે તેની નાની દીકરી રુહી પણ જીદ કરીને આવી હતી. જ્યારથી તેને ખબર પડી હતી કે,ડેડ ઈન્ડિયા જવાના છે ત્યારથી તે કહ્યા કરતી હતી કે," ડેડ, આ વખતે આપણે ઈન્ડિયા જવાનું જ છે અને હું તમારી સાથે ઈન્ડિયા આવવાની જ છું કારણ કે મારે ઈન્ડિયા જોવું છે."‌ અને વિજય ચાહવા છતાં પણ ઈન્કાર કરી શક્યો ન હતો.વિજયે નિલીમા સાથે