લોસ્ટેડ - 51

(46)
  • 4.2k
  • 2
  • 1.7k

લોસ્ટેડ 51 રિંકલ ચૌહાણ "પપ્પા તમારા ગુનાઓ ની કબુલાત જાતે કરી લો, નહીં તો જ્યારે કર્મો નો હિસાબ લગાવાશે ત્યારે કબુલાત કે પસ્તાવા નો સમય નહીં બચે તમારી પાસે." મિતલ એ રાજેશ ભાઈ ને સમજાવવા નો પ્રયત્ન કર્યો. "તમે મારી મા જેવી કેટલીયે સ્ત્રીઓના જીવન બરબાદ કર્યા હશે, અને તમારા એ પાપોની સજા મિતલ ને મળી છે.‌ હવે તો આંખો ખોલો અને તમારા ગુના નો‌ સ્વીકાર કરો." રાહુલ બોલ્યો. "હું ગુનેગાર નથી, સ્ત્રીઓએ પુરુષો ની પાછળ જ રહેવું જોઈએ. જે સ્ત્રી તેની સીમા પાર કરવા‌નુ પાપ કરે‌‌ તેને તેની ઓકાત બતાવવી જરૂરી છે. અરે જે લગ્ન પહેલાં બોયફ્રેન્ડ રાખતી હોય