લવ ફાઈન, ઓનલાઇન - 1 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

(11)
  • 6k
  • 3
  • 2.7k

બસ કંઈ નહિ તારો અવાજ જ સાંભળવો હતો! પ્રાચીએ બહુ જ લાડમાં કહ્યું! અરે ઓ પાગલ, ઘડિયાળ જો બાર વાગે છે બાર! રાજેશે ભારપૂર્વક કહ્યું! હા તો ભૂલી ગયો મેં એ ડિલીટ કરેલા મેસેજ માં શું લખેલું! એણે યાદ દેવડાવ્યું! હા... યાદ છે ને! એ તો મે પણ તને... એની વાત પૂરી થાય એ પહેલાં જ એણે કહેવા માંડ્યું, ઓકે... મને તારી ખૂબ જ યાદ આવતી હતી એટલે મેં કોલ કર્યો... તારો અવાજ મેં સાંભળી લીધો, હવે બાય... ગુડ નાઈટ! ફટાફટ બોલી ને એણે કોલ કટ કરી દીધો! શું પ્યારમાં લોકો આટલા પાગલ થઇ જતાં હશે?! હાવ સ્વીટ ઓફ હર!