એક ટુકડો

(41)
  • 6.2k
  • 1.8k

લેખન: બંસી મોઢા પ્રકાર: પૌરાણિક કથાની આજના સંદર્ભમાં કલ્પનાશિર્ષક: એક ટુકડો....“રાધે રાધે.. રાધે રાધે” કુંતી પુત્ર એ અવાજની દિશામાં પગ માંડ્યા.“માધવનો જ અવાજ છે…. પણ અવાજ માં કયાંય દુ:ખ નો ભાવ જણાતો નથી. શું રણછોડ યાદવાસ્થ્ળી થી પણ ભાગ્યા હશે? ભાગ્યા એ તો સમજાયું પણ અહીં આવીને શાંતિથી રાધે રાધે ની માળા જપી રહ્યાં છે? અહીં શ્વાસ માં શ્વાસ નથી રહ્યો ને આ કેશવ!” ધનંજય અવાજની દિશામાં આગળ વધ્યો. પીપળાના એક વૃક્ષ પાછળ કેશવનું અડધું શરીર દેખાયું ત્યાં જ ધનંજય દોડીને તેની પાસે આવી ગયો. એક મિત્ર પર જેટલો હક કરી શકાય એ બધાં જ હકનો ઊપયોગ અને હિંમત