નિરવ વહેલી સવારે કાનમાં ઈયરફોન, પગમાં સ્પોર્ટ્સ શુઝ, હાથમાં મોંઘીદાટ ઘડિયાળ સાથે ચાલ્યો જોગીંગ કરવા. એનો જોગિંગ ટ્રેક અનોખો હતો. એ સોસાયટીથી થોડે દૂર આવેલી નાની એવી હરિયાળી કેડીમાંથી પસાર થતો થતો જોગિંગ કરતો હતો. એને આ કુદરતી વાતાવરણ અને મનગમતા ગીતોનો સાથ પણ ગમતો. એના એ રોજના રસ્તામાં રોજ એક સાતેક વર્ષની છોકરી જામફળનો ટોપલો લઈને બેસેલી જોવા મળતી. એ રસ્તા પર વાહનોની અવરજવર રહેતી પણ, જામફળ લેનારાની લાઈન વધુ જોવા મળતી. એ પોતે તો એ શહેરમાં નોકરી કરતો એટલે પરિવાર તો ક્યાં સાથે હોવાનો ??? નિરવ કાયમ એ છોકરીને હસતી જોવા માટે રોજ એક જામફળ ખરીદતો. એ