અજીબ કહાની પ્રિયાની...21

(31)
  • 3.4k
  • 2
  • 1.7k

પ્રિયા ફટાફટ રસોઈ બનાવવા લાગી. રસોઈનું કામ પતાવીને પ્રિયા બહાર હૉલમાં ટી. વી. પર સિરીયલ જોવાં માટે બેસી ગઈ. થોડીવારમાં કમલેશ આવી ગયો એટલે ત્રણેય સાથે જમવાં બેસી ગયાં. જમીને પ્રિયા કામ પતાવી રહી હતી ને સુશીલનો ફોન આવ્યો.પ્રિયાએ ઘણી વાર સુધી સુશીલ સાથે વાત કરી. ફોનમાં સુશીલ ઘણી જ સારી રીતે વાત કરી રહ્યો હતો. એની વાતો પરથી પ્રિયાને એવું લાગતું હતું કે સુશીલને એનાં વગર ગમતું નથી, એનાં વગર ફાવતું નથી. સુશીલ જાણે એને એકદમ જ મિસ કરી રહ્યો હોય.'હું પાસે હોઉં છું ત્યારે સુશીલ આટલી સારી વાતો નથી કરતો ને એનાથી દૂર આવી છું તો કેટલી વાતો