સુંદરી - પ્રકરણ ૭૨

(112)
  • 5.5k
  • 10
  • 2.9k

બોતેર “બેનબા, મને એ ખબર નથી પડતી કે એમનું નામ સાંભળીને શિવભાઈ અચાનક આમ ગુસ્સે થઈને કેમ જતાં રહ્યાં?” વરુણ એકદમ મુંઝાયેલો દેખાઈ રહ્યો હતો. વરુણ અને સોનલબા વરુણના રૂમમાં શિવ એટલેકે શ્યામલ સાથે વરુણની ગઈ રાત્રીની મુલાકાત દરમ્યાન થયેલી વાતચીત અંગે ચર્ચા કરી રહ્યા હતા. વરુણ રૂમમાં આમતેમ આંટા મારી રહ્યો હતો અને સોનલબા વરુણના સ્ટડી ટેબલની ખુરશી પર બેઠા હતા અને સતત આમથી તેમ આંટા મારી રહેલા વરુણ સામે જોઈ રહ્યા હતા અને મનમાં પોતે હમણાં પકડાઈ જશે એવો ડર પણ રાખી રહ્યાં હતાં. “હમમ...” સોનલબાએ વરુણના સવાલના જવાબમાં ફક્ત આટલું જ કહ્યું. “કાંઈક તો કહો બેનબા!