મોજીસ્તાન - 10

(20)
  • 4.6k
  • 1
  • 1.8k

મોજીસ્તાન (10)હુકમચંદ સરપંચને ટેમુ ઉપર બરાબરની દાઝ ચડી હતી. સવારના પહોરમાં એની દુકાને બીડી, બાક્સ લેવા ઊભા રહેવા જેવું નહોતું. સાલી ધમૂડી પણ એ જ વખતે તેલ લેવા ગુડાણી અને એની બાકી રાખેલી મજૂરી પેટે પાંચસો રૂપિયાની નોટ આપવી પડી હતી...! એ નોટમાંથી ધમૂડીના તેલનું બિલ બાદ કરીને વધેલા પૈસા પાછા લેવા જવામાં સરપંચને જોખમ લાગતું હતું એટલે એમણે ચંચાને બોલાવ્યો."અલ્યા...તું બે દિવસ પહેલાં સવારમાં ટેમુડાની દુકાનેથી નીકળ્યો તો ને...? " સરપંચના સવાલથી ચંચાના પેટમાં ફાળ પડી...પણ પછી સરપંચ સવારનું કહેતા હતા એટલે એના જીવમાં જીવ આવ્યો.કારણ કે ટેમુ અને બાબાએ તો એને સાંજે ધોયો હતો..!"હા..જોવોને હું સાયકલ લયન નીકળ્યો...પસ