આગમ યાત્રા નિગમ ધામ - 5

(43)
  • 3.7k
  • 2.2k

સાંજના સાત વાગવા આવ્યા હતા. છેલ્લા દોઢ બે કલાકથી સ્વામીજી સૂક્ષ્મ જગત વિશે એકધારું બોલી રહ્યા હતા. મોટાભાગની ચર્ચા પૂરી થવા આવી હતી. " સ્વામીજી એક સવાલ પૂછવાનું મન થાય છે. આત્મા ચિત્રગુપ્તના વિભાગમાં ગયા પછી એને ક્યાં મોકલવો એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે એના માપદંડ શું છે ? " મારા મિત્ર મહેશભાઈ એ સવાલ કર્યો. " કર્મ અને માત્ર કર્મ !! તમે સમગ્ર જીવન દરમિયાન સારા કે ખરાબ જે પણ કર્મ કર્યા હોય એનો સંપૂર્ણ રેકોર્ડ જે તે ન્યાયાધીશની સામે આવી જાય છે. ઇરાદાપૂર્વક કરેલા ખરાબ કર્મો અને અજાણતા થયેલા ખરાબ કર્મો બંનેની સજા જુદી હોય છે.