વહુ એ જ દીકરી

(20)
  • 3.9k
  • 1
  • 1.5k

આજે રોમાબેન રસોઈ બનાવવાના કામમાં લાગેલા હતા. તો બીજી તરફ એમના પતિ ચંદ્રેશ પણ ઘરમાં બધો સામાન ઠીક હતો તો પણ, અને સરખો કરવાનો દેખાવ કરીને સમય પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ જોઈને રોમાબેન રસોડામાંથી બોલ્યા, "બસ, હવે બધું બરાબર જ છે, તમે શાંતિથી બેસો." ચંદ્રેશભાઈ શાંતિથી બેસી ગયા. પણ, એમને ચેન પડતું નહોતું. એ ઊભા થઈને એમની પત્ની પાસે રસોડામાં ગયા. એટલે રોમાબેન બોલ્યા, "કેમ કંઈ બહુ જલદી દીકરીની માયા લાગી ગઈ." "તો કેમ, તને નથી લાગી? મને ખબર છે તું પણ, એના આગમની એટલી જ આતુરતાથી રાહ જોઈ