રોચક ગઝલ...

  • 3.3k
  • 760

ગઝલ..જિંદગાની ધકેલપંચા...!!!ના રહ્યું આભ ઊડવા લાયક,ના રહી ભૂ* ટહેલવા લાયક.ભાઈ થોડું તમે, અમે થોડું;લ્યો ખસેડો, ખસેડવા લાયક.તોય લોકો ઉખેળવાના એ,વાત ના હો ઉખેળવા લાયક.ઊછરી ના ખુશી,બચી છે એક;બસ ઉદાસી ઉછેરવા લાયક.ઓઢવા આભ હોય નિર્ધનને-શુષ્કત્વચા પહેરવા લાયક.જિંદગી હાથથી ગઈ વીતી,શ્વાસ પણ અલ્પ ખેડવા લાયક.જિંદગાની ધકેલપંચાની,શેષ ક્યાં છે ધકેલવા લાયક.?-અશોક વાવડીયા*ભૂ = ભૂમિ, પૃથ્વી, જમીન, ધરા, ધરતી. ભોંકો તમ શૂળ સમય તમારો છે.કે ધરો ફૂલ સમય તમારો છે.આજ અનુકૂળ સમય તમારો છે,ચલ હો કે સ્થૂળ સમય તમારો છે.બે કદમ આસમાનની દૂરી,છો કરો ભૂલ સમય તમારો છે.છો વસૂલો સખત પરિશ્રમથી,વ્યાજ કે મૂળ સમય તમારો છે.જ્યાં વસો છો તમે,પછી ત્યાં;વસી-જાય ગોકુળ, સમય તમારો છે.અશોક વાવડીયાછંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા ગુજરાતી શબ્દો ગાલગાગા લગાલગા ગા ગાઅરબી શબ્દો ફાઈલાતુન મફાઈલુન ફઅલુનપાનખર