અંગત ડાયરી - જિંદગી કી તલાશ મેં હમ..

  • 6.3k
  • 2
  • 1.6k

અંગત ડાયરી ============શીર્ષક : જિંદગી કી તલાશ મેં હમ... લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ: ૨૮, ફેબ્રુઆરી ૨૦૨૧, રવિવારતમે બજારમાં ખરીદી કરવા નીકળ્યા હો ત્યારે અનેક અજાણ્યા લોકોમાં કોઈ સોસાયટી કે શેરી મિત્ર મળી જાય એટલે સહજ સ્મિત અને પોતીકાપણાનો ભાવ જાગે. જામનગરવાસી હો અને અમદાવાદ કે સુરત ગયા હો, ત્યાં કોઈ જામનગરી મળી જાય તો અંગત લાગે. મુંબઈ કે ગોવા ગયા હો અને કોઈ ગુજરાતી મળી જાય તો જામો પડી જાય. અમેરિકા કે મોરેશિયસ ગયા હો અને કોઈ ઈન્ડિયન મળી જાય તો એ અજાણ્યું હોવા છતાં અંગત, પોતીકું લાગે. એવું કેમ? અજાણ્યું હોવા છતાં, એનું નામ પણ ન સાંભળ્યું