નીલગગનની સ્વપ્નપરી ... સોપાન - 1

(14)
  • 4.9k
  • 2.4k

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 01. હર્ષ આજે ઑફિસથી વહેલો ઘેર આવી ગયો હતો. ઑફિસમાં ખાસ કામ કંઈ હતું નહીં. બહાર વાતાવરણ વાદળછાયું હતું અને ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી હતી. તેથી તે ઑફિસથી આવી ગયો. જો કે પરિતા હજુ આવી ન હતી અને ઘરમાં તે એકલો જ હતો. આમ તે પોતે રસોડામાં જાય છે, ચાય બનાવે છે અને ચાયના મીઠા ઘૂંટડા માણવા તે બાલ્કનીમાં હીંચકા પર બેઠો. તે સમયે આકાશમાં વાદળોનો પકડદાવ ચાલી રહ્યો હતો. ચાય પીતો પીતો તે એકાએક વાદળીમાં ખોવાયો. તે હર્ષોલ્લાસ ભરી વાદળીને અહોભાવથી નિરખી રહ્યો છે. વાદળીમાં તેનો નાજુક નમણો એ ચહેરો, નાજુક ગુલાબી હોઠ