આગળના ભાગમાં મર્યા પછી પણ ગૌરી સોહમ સાથે લગ્ન કરવા ઇચ્છે છે, સોહમની ના માટે તે ઝંખનાને દોષી માને છે. તે તેના શરીરમાં પ્રવેશવા જાય છે, પણ તેની શકિતને કારણે તેનું કઈં ચાલતું નથી. તેની આત્માને મુક્તિ આપવા ઝંખના ગાયત્રી મંત્ર ઉચ્ચારણ કરે છે, પણ સોહમ ગૌરીની તકલીફ જોઈ શકતો નથી.. તેથી તે તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે, ગૌરી નિત્યક્રમ મુજબ સોહમને શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરી જળ અભિષેક કર્યા પછી લગ્ન કરવા કહે છે.. પણ અભિષેક પછી ગૌરી સોહમના હાથમાં ઝંખનાનો હાથ આપી, બીજા જન્મમાં મળીશું, કહી તેનો આત્મા તેજોમય પ્રકાશનો પુંજ થઇ સૃષ્ટિમાં ભળી જાય છે. હવે