પતિ પત્ની અને પ્રેત - ૧૮

(88)
  • 6.7k
  • 4
  • 3.1k

પતિ પત્ની અને પ્રેત ૧૮ - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૮રેતા અને રિલોકના પ્રશ્નો સાંભળી ચિલ્વા ભગત સહેજ હસ્યા અને થોડીવાર આંખો બંધ કરી કંઇક સ્મરણ કરતા હોય એમ બેસી રહ્યા. પછી બોલ્યા:"જામગીરકાકાએ મને જે વાત કરી હતી એના પરથી મને અંદાજ આવી ગયો હતો. એટલું જ નહીં મારી શક્તિઓએ પણ મને અહેસાસ કરાવ્યો કે ડૉ.ઝાલનની હત્યા જયનાએ જ કરી છે. જયના ભલે મૃત્યુ પામી છે પણ એનું પ્રેત ફરી રહ્યું છે. એની અધૂરી ઇચ્છા એના પ્રેતને આ વિસ્તારમાં ભટકાવે છે. ડૉ.ઝાલનના અંતિમ સંસ્કારની ગામલોકો વ્યવસ્થા કરી રહ્યા હતા ત્યારે જામગીરકાકા મને એક ખૂણામાં લઇ ગયા અને એમણે જે વાત કરી એ સાંભળીને કોઇપણ