ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-59

(165)
  • 8.2k
  • 8
  • 3.8k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-59 કાંબલે સરની ગાડીને ધેરી વળેલાં ચારે જણાં એકજ નિર્ણય પર આવી ગયાં. ચોક્કસ પેલાં પ્રેસ વાળીજ ગાડી છે પણ સાલાઓ અહીથી ગૂમ કેવી રીતે થઇ ગયાં ? કોપ્સના લીડરે કહ્યું ગાડીને કોઇપણ રીતે ખોલી નાંખો અને તલાશી લો. અને એક પોલીસવાળાએ કળથી કાચ ખોલી ગાડી ખોલી નાંખી અને અંદરની બાજુ ગાડીનાં ખાનાં સીટો-સીટ કવર બધુ. ખોલીને તપાસ્યુ પણ કંઇ હાથમાં ના આવ્યું ખાનામાંથી આર.સી.બુક ઇન્સયોરન્સ, પીયુસી, માળા, ચશ્મા, ડિયોડ્રન્ટ વિગેરે મળ્યુ એ બધુ એ લોકોએ જમા કરી લીધું. લીડરે કહ્યું હજી બરાબર તપાસો કંઇ બાકી ના રહેવું જોઇએ પાછળની ડેકી ખોલી નાંખી એમાં ફન્ફોળ્યું પણ કંઇ નહતું