વ્હેલી સવારે બરાબર પોણા ચાર વાગ્યે વિવેકના સેલ પર પ્રગતિનો મૅસેજ આવ્યો, " ઇમરજન્સી.... પ્લીઝ કમ...." પ્રગતિના આવા મૅસેજથી વિવેક ચિંતિત થઈ ગયો. એ હાંફળો ફાંફળો લૉબીમાં ચાલીને પોતાનાથી બે રૂમ દૂર પ્રગતિના રૂમમાં પહોંચી ગયો. દરવાજો ખુલ્લો જ હતો એટલે વધુ રાહ જોયા વગર એ સીધો જ અંદર ધસી ગયો ત્યારે સામેનું દ્રશ્ય જોઈને એની આંખો ફાટી ગઈ.... આખા રૂમમાં જુદી જુદી જગ્યાએ લવન્ડર કેન્ડલ્સ ચમકતી હતી, બિસ્તરની સફેદ ચાદર પર ગુલાબની પાંખડીઓથી ' લવ ' લખેલું હતું, એકબાજુ ધીમા અવાજે ચાલતા અંગ્રેજી રોમાન્ટિક સોંગ્સ અને બીજીબાજુ લવન્ડર કેન્ડલ્સની સુગંધથી આખા રૂમનું