અહમદાવાદ ટુ બોમ્બે સવા કલાકની ફ્લાઇટમાં વિવેકને એકબાજુ પ્રગતિને મળવાની ખુશી પણ થતી હતી તો બીજીબાજુ ક્યાંક ને ક્યાંક એને ફરી ખોઈ બેસવાનો ડર પણ લાગતો હતો..... વિવેક આઈ.એમ.એફ ની ઓફિસએ પહોંચ્યો ત્યારે પ્રગતિ એક મિટિંગ માં છે એવી ખબર પડતાં જ એ વેઇટિંગ એરિયામાં ગોઠવાય ગયો. કલાક એક પછી સામેથી ગ્લાસ ડોર ખોલીને એક આધેડ વયનો માણસ બહાર આવ્યો અને એની પાછળ પ્રગતિ પણ બહાર આવી......બ્લેક પેન્ટ, વ્હાઇટ શર્ટ , બ્લેક બ્લેઝર અને બ્લેક સ્નેડલ પહેરેલી પ્રગતિએ વાળ ઊંચા લઈને એની પોની લીધી હતી. એની આંખોમાં આંજણ હતું અને હોઠો પર આછા