વિવેક વારે વારે મોબાઈલ જોતો હતો. એને પ્રગતિના એક મેસેજ કે ફોનની આશા હતી. એ હેમખેમ પહોંચી ગઈ છે એવી ખબર તો એને રજતએ આપી જ દીધી હતી છતાં પોતે જે કદમ લીધો હતો એ વિશે પ્રગતિનું શુ માનવું છે એ બાબતે વિવેક હજુ અજાણ હતો. એણે એક બે દિવસ સુધી રાહ જોઈ પણ પ્રગતિએ ફોન ન જ કર્યો. આખરે ઓફિસમાં બેઠા બેઠા એણે જ ફોન કાઢીને પ્રગતિનો નંબર ડાયલ કર્યો ત્યારે એક કર્મચારીએ અંદર આવીને વિવેકના ટેબલ પર પ્રગતિએ સાઈન કરેલા પેપર મૂક્યાં.... પ્રગતિની મુંબઈ જવાની તૈયારીઓ થતી હતી ત્યારે