" યાર....ચાલ ને હવે...ત્રણ મહિના જ જવાનું છે...ત્રણ વર્ષ નહીં...." આખરે રજતની ધીરજ ખૂટી એણે પ્રગતિનો હાથ પકડી એને ખેંચ્યું. " સો કોલ્ડ મેલો ડ્રામાઝ....! હજુ ચેક ઇન કરવાનું ય બાકી છે....." પ્રગતિ એની પાછળ ઢસડાય.... હોટલમાં પહોંચીને પ્રગતિ ફ્રેશ થઈ આવી. મુંબઈમાં પોતાનું ઘર હતું છતાં રજત પ્રગતિ જ્યાં સુધી કમ્ફર્ટેબલ થઈ જાય ત્યાં સુધી પ્રગતિ સાથે રોકાયો હતો. એણે પૂછવા ખાતર પ્રગતિને પોતાના ઘરમાં રહેવા માટે પૂછ્યું હતું પણ એ જાણતો હતો કે રોજ એટલે દૂરથી ટ્રાવેલ કરવું અઘરું પડે એમ હતું વળી, પ્રગતિને કંપની તરફથી જ હોટેલમાં રહેવા મળતું હતું