પ્રગતિ ભાગ - 28

(30)
  • 2.9k
  • 1
  • 1.5k

વિવેકએ પ્રગતિનો ફોન કાપ્યો પછી લગભગ કલાક થઈ હતી પ્રગતિ હજુ ન આવી. હવે વિવેકના ધબકારા વધી ગયા હતા. એણે પ્રગતિને ફોન કર્યો તો ફોન બંધ હતો. ગુસ્સો શાંત થયાના થોડા ક્ષણો બાદ વિવેકને ખ્યાલ આવ્યો કે એનાથી શું થઈ ગયું છે...... એણે રાતના સમયે સામેથી તેડવા માટેનો ફોન કરેલી પોતાની પત્નીને લેવા આવવાની ના કહી હતી. " તું જાતે આવી જા.....! ઓહહ....આ શું બોલાય ગયું મારાથી....પ્રગતિ ખોટું પણ બોલી શકતી હતી, પણ એણે એવું ન કર્યું અને મેં શુ કર્યું....! કેટલો બેવકૂફ છું હું...." વિવકને પોતાના વર્તન પર પારાવાર અફસોસ થયો.