પ્રગતિ ભાગ - 27

(26)
  • 2.7k
  • 1
  • 1.2k

" હવે ક્યાં જાય છે ? " વિવેક એની પાછળ પાછળ ગયો. પ્રગતિ ત્યાં ઉપર ચડીને એક પથ્થરના ટેકે બેસી ગઇ. વિવેક પણ એની બાજુમાં ગોઠવાયો. સામેની બાજુ એમને ઢળતા સૂરજનું અત્યંત રમણીય દ્રશ્ય દેખાતું હતું...... " ફ્રેન્ડસ ? " વિવેકએ પ્રગતિ તરફ હાથ લંબાવ્યો. પ્રગતિએ હસીને હાથ મિલાવ્યો. " મજા આવી ? " પ્રગતિએ પૂછ્યું. " હું તો સમજણો થયો ત્યારથી મેં આવી જિંદગી જોઈ જ નથી.....તને ખબર છે...આજે મેં લગભગ દસેક વર્ષ પછી ફૂટબોલને લાત મારી હશે......આઈ વોઝ ચેમ્પિયન ઓફ ઇટ યર્સ એગો.....આ બધા માટે તારો ખૂબ ખૂબ આભાર પ્રગતિ." વિવેક