રિષભ વિચારમાં ખોવાયેલો હતો ત્યાં ડ્રાઇવરે કહ્યું “સાહેબ કંઇ નાસ્તો કરવો છે તો હોટલ પર રોકુ?” “ના મારે રાજકોટમાં એક મિત્રને ત્યાં જમવાનું છે. તમારે કરવો હોય તો કરી લો.” રિષભે જવાબ આપ્યો. “ના સાહેબ તો હું પણ રાજકોટમાં જ કંઇક કરી લઇશ.” ડ્રાઇવરે કહ્યું અને જીપ ચલાવવા લાગ્યો. રિષભ પણ આંખો બંધ કરી ફરીથી વિચારોમાં ખોવાઇ ગયો. તે દિવસે તે મિત્તલને મળવા ગયો હતો. મિત્તલના રુમમાં બેસતા જ મિત્તલે કહ્યું “મને ખબર છે કે તું મને શું કામ મળવા આવ્યો છે, પણ હવે તેમાં કશું થઇ શકે એમ નથી” આ સાંભળી રિષભે કહ્યું “પેલા મને એ કહે કે શું