જીસ્મ કે લાખો રંગ - 14

(64)
  • 4.8k
  • 5
  • 2.2k

‘જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ- ચૌદમું/૧૪‘કહીશ અંકલ બધું જ.. અત્યારે એ વાત કહેવાનો યોગ્ય સમય નથી.’ નીલિમાએ જવાબ આપ્યો..‘ઠીક છે.’ વિક્રમ બોલ્યા.. દેવની હાલત જોતાં લાગતું હતું કે જાણે કોઈ જીવતી લાશ હોય....દેવની મનોસ્થિતિ સાથે તેનું સમગ્ર અસ્તિત્વ પણ માઈનસ ડીગ્રીમાં જઈને થીજી ગયું હતું.અંતે આરુષીના પાર્થિવ દેહને લઈ તેની અંતિમ વાટ પકડતાં સૌ આવ્યાં સ્મશાનગૃહે..ક્લોઝ ફેમીલી મેમ્બર્સ અને મિત્ર વર્તુળની હાજરીમાં વૈદિક મંત્રોચાર વચ્ચે સુહાગનના વસ્ત્ર પરિધાનમાં આરુષીના નિષ્પ્રાણ દેહના અંત્યેષ્ઠીનો આરંભ કરતાં જયારે પિતા વિક્રમે મુખાગ્ની આપી ત્યારે કાળજું ચિરાઈ જાય એવાં અનંત કલ્પાંત સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું.... જોત જોતામાં ભડભડ ભડકે બળતી જવાળામાં... આરુષી પંચમહાભૂતમાં વિલીન થઇ ગઈ. ગઈકાલ