મહાભારતની પ્રાંસગિક્તા પાર્કર વિલામાં ,આલીશાન વેલ-ફર્નિશ્ડ બેડરૂમમાં હોમ થિયેટર સિસ્ટમ માં અંગ્રેજી ધૂન નું સંગીત રોહિતના તનમાં નવી ઊર્જા ઉત્પન્ન કરતું હતું અને તે જ ઘોંઘાટ નીચેના બગીચામાં પ્રકૃતિ સાથે સંવાદ કરતા દાદા વિશ્વનાથ ને ખલેલ પહોંચાડતું હતું. ""રોહિત.... રોહિત..""બોલો દાદા""હમણાં કઈ સ્પર્ધા ચાલે છે ? listeners વધારવાની?""દાદા કઈ સમજાય તેવું બોલોને?"આ તારા રૂમમાંથી દૂર દૂર સુધી ગીતો સંભળાય તેને થોડું ધીમું સાંભળી શકાય?""સોરી દાદા ,મને તો ટેવ પડી ગઈ છે, તમારે મને કહેવાય ને?""રોહિત દર વખતે બધા બધું સમજાવે નહિ, થોડું પોતે પણ સમજવાનું શીખી શકાય.""તમે છો ને દાદા"."હા, પણ હવે