રહસ્યમય ટાપુ..

  • 3.4k
  • 1
  • 1.1k

અરે આજે કેમ દિવા હજી પ્રગટાવ્યા નથી સમીરની "માં". એમ કરતાં નવનિતરાયે ઘરમાં પગ મૂક્યો તો આખા ઘરમાં અંધારું એક પણ પ્રકાશનું કિરણ નજર નહોતું આવતું ઘરમાં, નવનિતરાયને પોતાનાંજ ઘરમાં મોબાઇલ ની બેટરી ચાલુ કરીને પ્રવેશ કર્યોં ઘરમાં તો મોહિનીબેન એક ખૂણામાં બેઠેલા જોયા, એમની આંખો રડી રડીને દડા જેવી થઈ ગઈ હતી જે લાઈટનાં પ્રકાશથી વધારે ઝીણી થઈ ગઈ ને નવનીતરાયને પણ અવાઝથી જ ઓળખ્યા. નવનીતરાયને ડર હતો જ કે, કંઈક ઘરે આવું જોવા મળશે, દિવાળીનાં વેકેશનમાં અમેરિકા સમીર ફરવા ગયો હતો,બે વર્ષ થવા આવ્યાં પણ હજી એનો કોઈ પતો લાગતો નહતો, મોહિનીબેનનું દિલ એમને કોસ્તુ રહેતું હતું કે