હાસ્યનો મારગ છે શૂરાનો...!

  • 4k
  • 1
  • 1.1k

હાસ્યનો મારગ છે શૂરાનો...! લોકોને હસાવવા એટલે, રણ ખોદીને પાણી કાઢવા જેટલું અઘરું હોંકેએએએ..? લોકોને સાલી શું આદત પડી ગઈ? ટેન્શન કરંટ ખાતામાં રાખે, ને હાસ્યની ફીક્ષ ડીપોઝીટ બનાવે. આપણે સવાર થાય ને રોજના બ્યુગલ વગાડવાના, કે 'હાસ્ય જીવન જીવવાની જડીબુટ્ટી છે, લાફો ભાઈ લાફો,મન મુકીને લાફો..!' પણ કાળમીંઢ પથ્થર સાથે અથડાઈને પાછું, આવ્યું હોય એમ, એ પાછું આપણને જ સંભળાય..! હાસ્યના લેખો લખી-લખીને આંગળીએ આંટણ પડી ગયા, પણ હરામ બરાબર જો એકેય ‘બ્રેકીંગ ન્યુઝ’ આવ્યાં હોય કે, “હાસ્ય સમ્રાટ રમેશ ચાંપાનેરીના હાસ્યલેખો વાંચીને લોકો લોથપોથ થઇ ગયાં. એવાં બેવડ વળી ગયાં કે, હસવાનું નહિ રોકાતાં, ગાંડાની હોસ્પિટલ(ઓ) પણ