આગળનાં ભાગમાં ગૌરી તેના પ્રેમનો સ્વીકાર કરે છે, તેની કાર અકસ્માતમાં અવગતિ થાય છે.. કારણકે તેની સોહમ સાથે લગ્ન કરવાની ઇચ્છા અધૂરી રહી જાય છે, આ વાતનો સોહમને વિશ્વાસ નથી આવતો, ત્યારે ઝંખનાનું માનવું હતું કે પ્રેમની શકિતને કારણે તે ગૌરીને જોઈ શકે છે.. ગૌરી સોહમને લગ્ન કરવા કહે છે. પણ સોહમ તેને પામવાની ઈચ્છા છોડી તેની સાચી દિશામાં ગતિ કરવા કહે છે. હવે આગળ.. ********* નજીક હોવા છતાં અંતર ઘણું રહી જાય છે, હૃદયની વાત કહેતા હોઠ મૌન રહી જાય છે..! મૃગતૃષ્ણા બની ક્યારે જિંદગી છળી જાય છે, ઝાંકળની બુંદો બની જિંદગી સરી જાય છે..! ગૌરીએ કહ્યું: "સાચું ખોટું