થોડા દિવસ પછીનિયા ડાયરી લખતી હતી,"હેય કેમ છે તું ? મને ભૂલી તો નથી ગઈ ને " આ ભૂલી તો નથી ગઈ ને એ નિયા એની ડાયરી ને પૂછતી. ?"યાર મને હવે બોવ બીક લાગે છે તને ખબર છે કેમ ?મને હવે કોઈ પર વિશ્વાસ નઈ રહ્યો. માનિક ને હું બેસ્ટ ફ્રેન્ડ માનતી હતી પણ હવે તો એ મને એનો હક બતાવે છે એટલે નઈ ગમતું. ચાલ એ પણ માની લીધું હતું મે કે હક બતાવાય થોડો ફ્રેન્ડ નો પણ એ જૂથ પણ બોલે છે. "તને તો ખબર જ છે ને મને જૂથ થી કેટલી નફરત છે એ.આગળ કઈ પણ લખે ત્યાં માનિક