યશ્વી... - 9

(12)
  • 4.1k
  • 2
  • 1.6k

( યશ્વી અને દેવમ ની મુલાકાત સારી રહી. એકબીજાને પોતાના સપનાં અને વિચારો પણ કહ્યાં. યશ્વીના મોટાપપ્પાએ એને શાંતિથી વિચારીને જવાબ આપવાનો કહ્યો. હવે આગળ...) ઘડીકમાં યશ્વી વિચાર કરતી કે 'મારું ક્રિએશન ખોલવાનું સપનું પુરુ નહીં થાય. તો ઘડીકમાં એ સપનું પૂરું નહીં થાય પણ દેવમ યોગ્ય લાગે છે જીવનસાથી માટે. વળી, લેખક બનવાની ઈચ્છા તો પૂરી થવાની છે. કંઈ વાંધો નહીં એકાદ ઈચ્છા પૂરી ના થાય તો.' કન્ફ્યુઝન વધી રહ્યું હતું. શું કરવું એ જ ખબર નથી પડતી. એવામાં સોનલનો ફોન આવ્યો કે, "હાય, બોલ શું કરે છે? સૂઈ ગઈ હતી કે ભણતી હતી?" યશ્વી બોલી કે, "હાય, ના