યશ્વી... - 7

(12)
  • 4.8k
  • 1.7k

(યશ્વીના મોટા પપ્પા અને મોટી મમ્મી યશ્વી માટે સંબંધ ની વાત આવી છે તે કહે છે. યશ્વીના મમ્મી અને પપ્પા યશ્વીની ઈચ્છા પૂછે છે. ભાઈ સાથે યશ્વી વાત કરી રિલેક્સ થાય છે પણ કન્ફ્યુઝન હજી એમનું એમ જ રહે છે. હવે આગળ..) યશ્વી કોલેજ ગઈ અને રામભાઈ અને નમ્રતાબહેનના મનમાં અવઢવ ચાલુ હતી પણ પોતાના દૈનિક કામ પતાવી રહ્યા હતા. ત્યાં જ રામભાઈના ફોન પર નમનનો ફોન આવ્યો. રામભાઈએ ઊપાડીને બોલ્યા કે, "નમન તારી મમ્મીનો ફોન લાગતો નથી કે શું બગડયો છે?" નમન બોલ્યો કે, "ના પપ્પા, હું તમારી જોડે વાત કરવા માંગુ છું" રામભાઈ બોલ્યા કે, "સમજયો કેટલા રૂપિયા