પ્રિયા મોટાભાઈનાં ઘરે આવી. ભાઈ - ભાભીને મળીને ખૂબ જ ખુશ થઈ. સુશીલનાં નહિ આવવાનું કારણ પણ જણાવ્યું. માયાભાભીએ એને ભાવતી જ બધી રસોઈ બનાવી હતી. જમીને ત્રણેય જણાં વાતો કરવાં લાગી ગયાં. "તમારે સારું ને પ્રિયાબેન ઉઠીને કંઈ જ કામ કરવાનું નહિ. આખો દિવસ ટી. વી. સામે જ બેસી રહેવાનું. આવવા - જવા માટે ય ગાડી. સાચે જ નસીબદાર છો તમે.""હા.. કામ તો કંઈ જ કરવાનું નથી હોતું પણ છતાં હું સવારની રસોઈ કરાવવા લાગી જાઉં છું. પણ....""પણ....શું....? બેના......""પણ...આ...લોકોનાં સ્વભાવ મને થોડાં વિ...(વિચિત્ર પૂરું બોલી નહિ ને શબ્દ ફેરવી નાંખ્યો) આપણાંથી જરા જુદાં લાગ્યાં. ""એ તો ફેર રહેવાનો જ ને