સંક્રમણ - 12

  • 2.3k
  • 696

સવારથી જ પોલીસ સ્ટેશનમાં ફોન પર ફોન આવી રહ્યા છે. ફરિયાદો, અરજીઓ તેમજ મદદ માટેના ફોનથી પોલીસ સ્ટેશન ગુંજી રહ્યું છે. શહેરનો માહોલ તંગ જણાય છે. શાંત અને સુંદર શહેર અચાનક લોકોના કોલાહલથી હચમચી રહ્યું છે. ચારેતરફ પોલીસો તૈનાત થઈ ચૂકી છે. સુરક્ષાનો બંદોબસ્ત થઈ ચૂક્યો છે.ઇન્સ્પેકટર ઢોલીરાજ પોલીસ સ્ટેશન આવી ચૂક્યા છે. તેમને આવેલા જોઈ તેમની ટીમ તેમની પાસે આવે છે."જલ્દી બોલો શું બાબત છે? શહેરમાં અચાનક આ કોલાહલ કેમ મચી ગયો?" ઇન્સ્પેકટર ઢોલીરાજ પૂછે છે."કાળી બિલાડીને લીધે." એક હવાલદાર બોલે છે."શું? કાળી બિલાડી? શું બોલી રહ્યા છો તમે?" ઇન્સ્પેકટર ઢોલીરાજે પૂછ્યું."સર, માહિતી મળી છે કે એક કાળી બિલાડીએ