સંક્રમણ - 4

  • 3.6k
  • 1.4k

શહેર ના એક પોલીસ સ્ટેશન માં ભારે ભીડ જમા છે. કેટલાક વાલીઓ થોડા દિવસ પહેલા જ બદલી થયેલ નવા ઇન્સ્પેકટર ની સામે ચૂપચાપ ઊભા છે. તેઓની નજીક એક જેલ માં કેટલાક યુવાન છોકરા છોકરીઓ બંધ છે જે કોલેજ ના છાત્ર જણાય છે. તમામ ની નજર ઇન્સ્પેકટરની સામે છે.આકર્ષક દેખાવ, મજબૂત બાંધો, ખડતલ શરીર અને યુવાન ઇન્સ્પેકટર. ખાખી વર્દી માં કોઈ હીરો ને પણ શરમી દે એવો આ સ્વરૂપવાન ૨૫ વર્ષીય પોલીસ ઇન્સ્પેકટર 'ઢોલીરાજ'. તીખી અણીદાર મૂછ ને તાવ દેતા દેતા તે સામે ઉભેલા વાલીઓને તાકી રહ્યો છે."તમે બધા ખરેખર આ યુવાનો ના માતાપિતા જ છો ને? જો ખરેખર છો તો