દિલ પણ કમાલ કરે છે ને... ક્યારેક તો એવું લાગે છે જાણે કે બહુ જ મજા આવે છે. નાની નાની વાતો માં પણ ખૂબ જ હસવું આવે છે. અને અમુકવાર તો જાણે કે એવું થાય છે કે કઈ જ ગમતું નહિ! નાની નાની વાતો પર પણ મૂડ ઓફ થઈ જાય છે! કોઈ પણ નાની વાત પર ગુસ્સો આવી જાય છે. છેલ્લા કેટલાક સમયથી મારો મૂડ પણ થોડો એવો જ હતો! સ્ટેટસ પણ મેં મૂકેલું - "મૂડ ઓફ!" "કેમ ઓય શું થયું?!" મારા એ સ્ટેટ્સ નો રીપ્લાય આવ્યો હતો. પણ મારો મૂડ એટલો તે ખરાબ હતો કે મેં એના મેસેજનો પણ