ઋતુરાજ વસંત ના વધામણા"રૂડો જુઓ ઋતુરાજ આવ્યોમુકામ એણે મનમાં જગાવ્યો.તરુવશે a ઉપકાર કીધોજાણે મજાનો શિરપાવ દીધો. બધી ઋતુઓમાં ઉતમ, સુખકર,સર્વપ્રિય એવા ઋતુઓના રાજા વસંતના આગમનની વાત કરતી આ પંક્તિ ઠંડીમાં ઠુઠવાઈ ગયેલા અને ગરમીનો સામનો કરવા સજ્જ થતા લોકોને ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી... સોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિ સૌદર્ય ની લહાણ કરતી, મધુર મંદ પવન.. સતત દોડતા માનવીને જાણે કહે છે.. "આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,ફૂલોએ બીજું કૈં નથી પગલાં વસંતના. મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લઇ, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના? કવિ શ્રી મનોજ ખંડેરિયા નું આ કાવ્ય ઋતુરાજ