૨૦૧૭ સી.જી. રોડથી ઝેવિયર્સ કોર્નર તરફ જતા માર્ગમાં સ્થિત મનહર પટેલના બંગલામાં પટેલ અને ભટ્ટ ડ્રોઇંગ રૂમમાં ચર્ચા કરી રહ્યા હતા. પટેલ તેની આદત મુજબ સફેદ સુતરાઉ લેંઘા-ઝભ્ભામાં લાકડાની બનેલ આરામ ખુરશી પર હાથમાં ચાના કપ સાથે બેઠેલો હતો. સામે ૬૫ ઇંચના ટીવી પર સમાચાર ચાલી રહેલા. ભટ્ટ ખુરશીની પાસેના સોફા પર બિરાજેલ હતો. સમીરાબેન ભટ્ટ માટે પણ પહોળો લંબગોળાકાર, ચમકતો કાચ ધરાવતી ટીપોઇ પર ચા પીરસી ગયા હતા. ટીપોઇ પર સમાચારપત્ર અને વ્યવસાયિક સામાયિકપત્ર પણ પડેલું હતું. જેમાં પટેલ અને ભટ્ટનો ફોટો મુખપત્ર પર છપાયેલો. પટેલે થોડી વાર પહેલાં જ સમાચારપત્ર વાંચીને મૂક્યું હોય તેમ તેની ગડી