હમેં તુમસે પ્યાર ઇતના - 15 - છેલ્લો ભાગ

(48)
  • 3.2k
  • 2
  • 1.3k

અંતિમ પ્રકરણ- પંદરમું/૧૫તમે આરામથી આ વીડીઓ કલીપ જોઈ લો. એ પછી હું આવું છું. ત્યાર બાદ આપણે નિરાંતે ડિસ્કશન કરીશું. એમ કહીને તે રૂમની બહાર જતો રહ્યો અને.. મેઘના અને અંતરા જેમ જેમ એ વીડીઓ ક્લીપ જોતા ગયા તેમ તેમ વધુ ને વધુ પરસેવો છૂટતો ગયો....એકવાર.. બીજી વાર.. અને ત્રીજી વાર મેઘના અને અંતરાએ વીડીઓ કલીપ જોઈ લીધાં પછી પણ વાત ગળે ઉતરે તેવી બંધ બેસતી કોઈ કડી જડતી નહતી. પહેલાં અંતરાના કહેવાતા અપહરણનો તમાશો, પછી તે જ દિવસે ફરી લલિતનું રહસ્યમય સંજોગોમાં કીડનેપીંગ અને એ પછી... જે રીતે...કોઈ અજાણ્યો છતાં જાણભેદુ મેઘનાના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની ધમકીના રૂપમાં સચોટ