૨૦૧૭ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, સાત સફળ સમિટનું આયોજન કર્યા પછી, ગુજરાત સરકારે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ૧૦ થી ૧૩ જાન્યુઆરી ૨૦૧૭ દરમ્યાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આઠમી આવૃત્તિનું આયોજન કરેલ હતું. ગુજરાત લાંબા ગાળાની વૃદ્ધિ અને સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધી રહ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આઠમી આવૃત્તિનું કેન્દ્રિય ધ્યાન "ટકાઉ આર્થિક અને સામાજિક વિકાસ" હતું. સમિટમાં વિકાસના કારણને આગળ વધારવા અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરના રાજ્યો અને સરકારના વડાઓ, પ્રધાનો, કોર્પોરેટ વર્લ્ડના માંધાતાઓ, વરિષ્ઠ નીતિ નિર્માતાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને