આગમ યાત્રા નિગમ ધામ - 4

(14)
  • 5.1k
  • 2
  • 2.3k

સ્વામી અભેદાનંદજી ની કેટલીક વાતો ખૂબ જ અચરજ પમાડે તેવી હતી. પણ ઘણા બધા પ્રશ્નોનું સમાધાન પણ થયુ હતું. સ્વામીજી સૂક્ષ્મ જગત માં કેવી રીતે વિહાર કરી શકતા હતા અને અનેક આત્માઓ સાથે કેવી રીતે એમણે વાતચીત કરી હશે એ એક કુતૂહલનો વિષય હતો. " હરિ ૐ....સ્વામીજી ઘણા બધા લોકો મૃત્યુ પછીના જીવન વિશે જાણવા માટે ઉત્સુક હોય છે અને ઘણા લોકો પ્લાંચેટ કે મીડીયમ દ્વારા કોઈને કોઈ આત્માનો સંપર્ક કરવા કોશિશ કરતા હોય છે. જ્યારે આપશ્રી એ તો સૂક્ષ્મ જગત માં યાત્રા કરી છે. અને વિવિધ પ્રકારના આત્માઓની પણ મુલાકાત કરી છે. તો એ આપના માટે કેવી રીતે શક્ય બન્યું