શાંતા - 2

  • 4k
  • 1.2k

હજુ પણ જયારે શાળાએ જતી છોકરીઓને જોવે છે તો મનમાં ઈચ્છા થતી ભણવાની પણ શું કરે ? સંજોગ અને પરિસ્થિતિ સામે લાચાર હતી . એક દિવસની રાત્રે જયારે શાંતા અને ઘરના બધા સભ્યો જમતા હતા ત્યારે થોડી છાસે રોટલો ગળે ઉતરતો ન હોવાથી શાંતા એ પોતાની બા ને કીધું "બા ,ભાણામાં થોડી છાશ આપને" ! શાંતા ની બા શુ કરે તપેલીમાં તળિયું ઢંકાઈ એટલી પણ છાશ ન હતી . "બેટા ,આટલી છાશ ભાઈ માટે રાખવાની સે હવે વધારે નથી ". "ઠીક છે બા" ,વધેલો રોટલો વધારે ચાવીને પોતાના થુંક સાથે જ ગળે ઉતારી દીધો અને પાણી પી લીધું . શાંતાના