સુંદરી - પ્રકરણ ૬૬

(121)
  • 5.5k
  • 6
  • 2.9k

છાસઠ “મસ્ત ચ્હા એઝ યુઝવલ, શિવભાઈ. પણ હવે ત્રણ મહિના પછી તમારી આ મસ્ત અને મજેદાર ચ્હા પીવા મળશે.” વરુણે શ્યામલને પૈસા ચૂકવતાં કહ્યું. લગભગ દોઢેક મહિનાથી પ્રેક્ટીસ પતાવીને સીધો જ શ્યામલની ચ્હા વરુણ અચૂક પીતો. શ્યામલને વરુણ શિવના નામે ઓળખતો હતો કારણકે શ્યામલે બદનામીના ભયે એનું નામ બદલીને વરુણને આપ્યું હતું. જો કે આ દોઢ મહિનામાં વરુણના બોલકા સ્વભાવે શ્યામલને પણ એની સાથે ઘણું બોલતો કરી દીધો હતો અને બંને વચ્ચે મિત્રતાનો સબંધ પણ બંધાઈ રહ્યો હતો, એ હકીકતની જાણકારી વગર કે એ બંને વચ્ચે સુંદરી એક મહત્ત્વની દોરીથી બંધાયેલી છે. “કેમ? તમે કહ્યુંને કે કૉલેજ તો પતી