પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 6

(13)
  • 3.2k
  • 1.1k

વૈભવના કહ્યા પ્રમાણે શિવિકાએ Robo-war માં રોબોટ બનીને આવેલ વ્યક્તિને ટ્રેક કરવાનું ચાલુ કરી દીધું. વૈભવે ભૂતકાળની કહાની આગળ વધારી. 21 મી સદીના મધ્યભાગમાં મનુષ્ય જાતિને કઈ રીતે બચાવવી તેનાં માટે વિશ્વના પ્રખ્યાત અને ખ્યાતનામ લોકો સાથે ઘણી જગ્યાએ ચર્ચાઓ કરવામાં આવી. શક્ય હોય તેવા તમામ ઉપાયો ઉપર ખુબ જ જીણવટપૂર્વક વિચાર વિમર્શ કરવામાં આવ્યા, પરંતુ પરિણામ મળ્યું નહી. આવી જ એક કોન્ફરન્સમાં Dr. Richard અને Dr. Damini મળ્યા. Dr. Damini એ કોનફરન્સમાં Artificial Intelligence ની સહાય લેવાનું સૂચન આપ્યું, જેને ઉપસ્થિત તમામ લોકોએ ખારીજ કરી દીધું.