ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-54

(135)
  • 6.1k
  • 10
  • 3.5k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-54 નીલાંગ અને નીલાંગી વાત કરી રહેલાં અને નીલાંગનાં મોબાઇલ ઉપર નંબર ફલેશ થયો રાનડે સરનો... એણે તરતજ ઉપાડ્યો અને રાનડે સરે કહ્યું "નિલાંગ તું જ્યાં હોય ત્યાંથી પહેલાંજ ઓફીસે પહોચ ખાસ કામ છે. નીલાંગે તુરત જ જવાબ આપતાં કહ્યું ઓકે સર પહોચું છું અને નીલાંગે નીલાંગીને કહ્યું "સોરી નીલો તું" ઘરે પહોંચ મારે પાછાં ઓફીસે પહોંચવુ પડશે અરજન્ટ બોસનો ફોન હતો ચોકકસ કોઇ એવી મેંટર છે કે મને તુરંતજ પાછો ઓફીસે બોલાવી રહ્યાં છે. તું પહોચીને પહોંચ્યાનાં મને મેસેજ કરે દે જે પ્લીઝ. સાયાન્સ સંજોગોમાં તું પહોચીજ જાય પણ અત્યારે આપણે બીયર લીધો છે એટલે જ કહ્યું