ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-53

(144)
  • 6.9k
  • 7
  • 3.6k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-53 નીલાંગી આવી ગઇ નીલાંગનાં ચહેરાં પર હાવભાવ બદલાઇ ગયાં. એનો ચહેરો આનંદથી ખીલી ઉઠ્યો. હમણાં સુધી નીલાંગીનાજ વિચાર કરી રહેલો ભલે થોડાં નકરાત્મક હતાં પણ એનુ કારણ નીલાંગીનું જૂઠ સામે આવેલું પણ સામે નીલાંગીને જોઇને જાણે બધુજ ભૂલી ગયો અને આનંદથી ચહેરો ખીલી ઉઠ્યો એ પણ સ્વયંભૂ પ્રક્રિયા હતી એને ખબર હતી કે ભલે ઝગડા થાય પણ નીલાંગી વિના એ રહી કે જીવી નહીં શકે એ પણ નક્કી છે. નીલાંગીને લઇને એ સ્ટેશન બહાર આવ્યો નીલાંગી બાઇક પર બેસી ગઇ. નીલાંગે કહ્યું બસ તારાંજ વિચારોમાં હતો. નીલાંગીએ કહ્યું સ્વાભાવિકજ છે તારે મને ક્યાં પ્રશ્નો પૂછવાનાં અને મારે